Bholanen Saraswatiji Maharaj Visit

Bholanen Saraswatiji Maharaj Visit

Event Date - July 25, 2023

આશિર્વચન તથા આશીર્વાદ નો પાવન અવસર 

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન સંચાલીત 

શ્રી લલ્લુભાઈ  શેઠ આરોગ્યમંદિર ની લાગણી અને આમંત્રણને માન આપીને સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલના પ્રણેતા

પરમ પૂજ્ય સદગુરૂ સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજી મહારાજના સદશિષ્ય 

પૂજ્ય સ્વામી શ્રી ભોળાનંદ  સરસ્વતીજી મહારાજ આજરોજ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આશિર્વચન તથા આશીર્વાદ આપવા પધારેલ.

સ્વામીજીએ પ્રવચનની શરૂઆત વિધિવત શાસ્ત્રોકત શૈલીમાં કરેલ.

 ત્યારબાદ તેઓએ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ની નિશુલ્ક તથા નિસ્વાર્થ સેવાને શબ્દોમાં બિરદાવેલ તથા આવી સેવા આપવા બદલ સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ તથા દાતાશ્રીઓ ને અભિનંદન પાઠવેલ.અને આ  બાબતે સ્વામીજીએ પોતાનો રાજીપો વ્યક્ત કરેલ.

સ્વામીજીએ કહ્યું કે “સદગુરુ શ્રી નિર્દોષાનંદજી પ્રેરિત ટીમ્બી હોસ્પિટલ માં પ્રવેશ કર્યો હોય તેવી જ અનુભૂતિ આ હોસ્પિટલ પરિસરમાં થઈ”.

આશિર્વચન પૂર્ણ થયા બાદ સ્વામીજી એ સ્વલિખિત  પુસ્તકોનો સેટ આપી તમામ ડોક્ટર શ્રીઓને સન્માનિત કર્યા હતા. ત્યારબાદ હોસ્પિટલના બધા જ વિભાગોમાં વિચરણ કરી આશીર્વાદ આપ્યા હતા તથા બધા  દર્દીઓની ત્વરિત રોગમુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી.

English

Auspicious Occasion of Blessings and Benediction

Managed by the Shri VidyaGuru Foundation, Swami Shri Nirdoshanandji, the founder of Manavseva Hospital, honored the invitation and feelings of Shri Lallubhai Sheth Arogya Mandir and graced the temple today to bestow blessings and benedictions. The disciple of the revered Sadguru Swami Shri Nirdoshanand Saraswatiji Maharaj, Pujya Swami Shri Bholanand Saraswatiji Maharaj, was also present.

Swamiji began the discourse in a traditional scriptural manner.

He then praised the selfless and free service of Shri Lallubhai Sheth Arogya Mandir and extended congratulations to the trustees and donors of the institute for their service. Swamiji expressed his satisfaction with these efforts.

Swamiji remarked, ‘The same feeling of entering the Timbi Hospital, inspired by Sadguru Shri Nirdoshanandji, is experienced here in this hospital premises.’

After the blessings, Swamiji presented sets of his authored books to all the doctors as a mark of honor. He then visited all departments of the hospital, blessing them, and prayed for the swift recovery of all the patients.”

Need help?