- July 19, 2023
- By: admin
- No Comments
આજરોજ લોકસેવક સંઘ (થોરડી) તથા શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ના સંયુક્ત ઉપક્રમે હૃદયરોગ જાગૃતિ અને માર્ગદર્શક અભિયાન તથા મેડિકલ કેમ્પ નું સુંદર આયોજન કરવામાં આવેલ.
કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવી. ત્યારબાદ તાજેતરમાં યુવનોમાં આવતા હૃદય રોગના હુમલા ના પ્રમાણ વધવાની ઘટનાઓ ને લઈ તેને કેવી રીતે અટકાવી શકાય તે વિષય પર ડો. વાણીયા સાહેબ ડો. દીપક શેઠ સાહેબ તથા ડો. પ્રકાશ કટારીયા સાહેબે સુંદર માર્ગદર્શન આપેલ.
સંસ્થા ના વડીલ મુરબ્બી શ્રી કાંતિ દાદા એ પોતાની આગવી શૈલી માં યુવાનોને સુંદર માર્ગદર્શન આપેલ.
ત્યારબાદ ૫૫ જેટલા દર્દીઓનું મેડિકલ ચેકઅપ કરી સારવાર આપવામાં આવેલ તથા જરૂરી દર્દીઓ ને હૃદય રોગ નિષ્ણાંત ની સલાહ આપવામાં આવેલ.
English
“Today, under the joint initiative of the Loksevak Sangh (Thoradi) and the Shri VidyaGuru Foundation, a beautiful arrangement for a heart disease awareness and guidance campaign, as well as a medical camp, was organized at Shri Lallubhai Sheth Arogya Mandir.
The program began with the lighting of a lamp. Following that, Dr. Vaniya Saheb, Dr. Deepak Sheth Saheb, and Dr. Prakash Katariya Saheb provided excellent guidance on the topic of how to prevent heart attacks, especially considering the recent increase in such incidents among the youth.
The senior leader of the institute, Shri Kanti Dada, provided excellent guidance to the youth in his unique style.
Afterward, medical checkups and treatments were provided for about 55 patients, and necessary advice from heart disease specialists was given to the needy patients.”